Connect Gujarat
દુનિયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાણી એલિઝાબેથને આપી શ્રદ્ધાંજલિ

બ્રિટનનાં મહારાણી ક્વિન એલિઝાબેથ દ્વિતિયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. હાલ લંડનના વેસ્ટમિંસ્ટર હોલ ખાતે રાણી એલિઝાબેથ II ના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાણી એલિઝાબેથને આપી શ્રદ્ધાંજલિ
X

બ્રિટનનાં મહારાણી ક્વિન એલિઝાબેથ દ્વિતિયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. હાલ લંડનના વેસ્ટમિંસ્ટર હોલ ખાતે રાણી એલિઝાબેથ II ના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યો છે. ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લંડનના વેસ્ટમિંસ્ટર હોલની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપી છે. આ પહેલા શનિવારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે લંડન જવા રવાના થયા હતા.

દ્રૌપદી મુર્મુના લંડન આગમનની માહિતી તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આપવામાં આવી હતી. લંડન એરપોર્ટ પરના તેના ફોટા સાથેના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે તે રાણી એલિઝાબેથના નિધન પર ભારત વતી શોક વ્યક્ત કરશે અને તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ કે, મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરના રોજ વેસ્ટમિંસ્ટર એબીમાં સરકારી સન્માન સાથે કરવામાં આવશે.

વેસ્ટમિન્સ્ટર હોલમાં રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાષ્ટ્રપતિ લેન્કેસ્ટર હાઉસ પહોંચ્યાં હતાં. અહીં રાષ્ટ્રપતિ મુર્મુએ રાણી એલિઝાબેથની યાદમાં એક શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા હતા. જણાવી દઈએ કે, 8 સપ્ટેમ્બરના રોજ ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે અવસાન થયું હતું, ત્યારબાદ હવે 19 સપ્ટેમ્બરના રોજ સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Next Story