/connect-gujarat/media/post_banners/5b6d92ca16c23ceb61945df6d7dd899304a406f9693a79e7368e9dcafa56ff01.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીની સફળ મુલાકાત બાદ બુધવારે મોડી રાત્રે કતાર પહોંચ્યા હતા. પીએમ મોદીએ દોહામાં જ ટોચના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. 2014માં વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન મોદી બીજી વખત કતાર ગયા છે. ગુરુવારે વડાપ્રધાન મોદી અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે મંગળવારે UAE અને કતાર જવા રવાના થતા પહેલા PM મોદીએ કહ્યું હતું કે તેઓ કતારના શાસકને મળવા આતુર છે. પીએમ મોદીએ કહ્યું હતું કે કતારમાં અમીર શેખ તમીમના નેતૃત્વમાં જબરદસ્ત વિકાસ અને પરિવર્તનનો સમયગાળો ચાલી રહ્યો છે.
બુધવારે મોડી રાત્રે પીએમ મોદીની દ્વિપક્ષીય મંત્રણા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ, ઉર્જા અને નાણા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીની મધ્ય એશિયાઈ દેશ કતાર (પશ્ચિમ એશિયા)ની મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તાજેતરમાં જ કતારે આઠ ભૂતપૂર્વ મરીનની સજા માફ કરી છે. સાત નાગરિકો ભારત પરત ફર્યા છે.