New Update
/connect-gujarat/media/post_banners/bd5cda926d505b65b691fec5669334ac12725bf966b30c25e772bcb59816e8d9.webp)
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજિત સિંહની હત્યાકાંડમાં ડેરા સચ્ચા સૌદા ચીફ રામરહીમને નિર્દોષ જાહેર કર્યો છે. CBI કોર્ટે રામરહીમ સહિત 5 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી.
હાઈકોર્ટે CBI કોર્ટના આ નિર્ણયને રદ કર્યો છે.રામરહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. તે 3 કેસમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. રણજિત હત્યાકેસ સિવાય, તેમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા અને સાધ્વીઓના યૌન શોષણનો કેસ સામેલ છે. તેને પત્રકારની હત્યામાં આજીવન કેદ અને યૌનશોષણના બે કેસમાં 10-10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં નિર્દોષ જાહેર થયા છતાં રામરહીમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે.
Latest Stories