Connect Gujarat
દુનિયા

US જનારા લોકોને ઋષિ સુનકે આપ્યો મોટો ઝટકો, ઈમિગ્રેશન રેટ ઘટાડવા લીધો મહત્વનો નિર્ણય.....

નવા નિયમો હેઠળ હેલ્થ વિઝા પર બ્રિટન આવતા ડોક્ટરો હવે તેમના પરિવારના કોઈ સભ્યને તેમની સાથે લાવી શકશે નહીં.

US જનારા લોકોને ઋષિ સુનકે આપ્યો મોટો ઝટકો, ઈમિગ્રેશન રેટ ઘટાડવા લીધો મહત્વનો નિર્ણય.....
X

બ્રિટને ઈમિગ્રેશનની સંખ્યા ઘટાડવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ જાહેરાત ભારત સહિત અનેક દેશોને અસર કરશે. બ્રિટેન સરકારે વિદેશી કામદારો માટે ખૂબ ઊંચા વેતન પર પ્રતિબંધ મૂક્યો છે. યુકેના વડાપ્રધાને જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે તેમના પરિવારને તેમની સાથે લાવી શકશે નહીં. બ્રિટનના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે નવા નિયમો હેઠળ હેલ્થ વિઝા પર બ્રિટન આવતા ડોક્ટરો હવે તેમના પરિવારના કોઈ સભ્યને તેમની સાથે લાવી શકશે નહીં.

સ્કિલ્ડ વર્કર વિઝા પોલિસી હેઠળ અરજદારો માટેની વર્તમાન મર્યાદા GBP 26200થી વધારીને GBP 38700 કરવામાં આવી છે. ફેમિલી વિઝા શ્રેણી હેઠળ અરજી કરનારાઓ માટે ફી GBP 18600 છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આશ્રિતો પર પ્રતિબંધથી બ્રિટનમાં 300,000 ઓછા લોકો આવશે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે ઈમિગ્રેશન રેટ ઘટાડવાની નીતિ કડક કાર્યવાહી છે. ઈમિગ્રેશન પોલિસીથી બ્રિટનને ફાયદો થશે. પીએમ સુનકે ટ્વીટ કરીને કહ્યું કે આપણા દેશમાં ઈમિગ્રેશનની સંખ્યા ઘણી વધારે છે. અમે તેને ઘટાડવા માટે ક્રાંતિકારી પગલાં લઈ રહ્યા છીએ. અમે સુનિશ્ચિત કરીશું કે દેશને તેનાથી ફાયદો થશે. ઈમિગ્રેશનને કારણે બ્રિટિશ સરકાર પર દબાણ વધ્યું છે, આ મુદ્દો હવે રાજકીય બની ગયો છે.

Next Story