ગોળીબારથી અમેરિકા ફરી એકવાર ધણધણી ઉઠ્યું, મિસિસિપીમાં ગોળીબારમાં 6 લોકોનાં મોત

New Update
ગોળીબારથી અમેરિકા ફરી એકવાર ધણધણી ઉઠ્યું, મિસિસિપીમાં ગોળીબારમાં 6 લોકોનાં મોત

ગોળીબારથી અમેરિકા ફરી એકવાર ધણધણી ઉઠ્યું. મિસિસિપીમાં સામૂહિક ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. શુક્રવાર (17 ફેબ્રુઆરી) ના રોજ ગ્રામીણ અરકાબુટલા કાઉન્ટીમાં, એક વ્યક્તિએ ગોળીબાર કર્યો. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. પહેલા એક સ્ટોર પર અને પછી અન્ય જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મિસિસિપી બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના માર્ટિન બેઇલીએ કહ્યું કે તેઓ તપાસમાં મદદ કરી રહ્યા છે.

સીએનએન અહેવાલ મુજબ, ટેટ કાઉન્ટી, મિસિસિપીમાં શુક્રવારે શ્રેણીબદ્ધ ગોળીબાર બાદ ઓછામાં ઓછા છ લોકોને ગોળી મારવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મિસિસિપીના ગવર્નર ટેટ રીવસે કહ્યું કે તેમને ગોળીબાર અંગે જાણ કરવામાં આવી હતી. આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Latest Stories