રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને આજે 1 વર્ષ પૂર્ણ, નતો કોઈ યુદ્ધ જીત્યું, નતો કોઈ હાર્યું..!

યુક્રેનમાં શાંતિ અને રશિયન સેનાને હટાવવાને લઇને એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે

New Update
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને આજે 1 વર્ષ પૂર્ણ, નતો કોઈ યુદ્ધ જીત્યું, નતો કોઈ હાર્યું..!
Advertisment

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે યુક્રેનમાં શાંતિ અને રશિયન સેનાને હટાવવાને લઇને એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે, ત્યારે UN જનરલ એસેમ્બલીમાં ગુરુવારે મોડી રાતે યુક્રેનમાં શાંતિ અને રશિયન સેનાને હટાવવાને લઇને એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

Advertisment

આ પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતી સાથે પાસ થયો તેમાં 141 દેશોએ સમર્થન કર્યું. પરંતુ 7 એવા દેશ બેલારુસ, ઉત્તર કોરિયા, સીરિયા, માલી, રશિયા, ઇરિટ્રિયા અને નિકારાગુઆએ રશિયાને સમર્થન આપીને પ્રસ્તાવ વિરૂદ્ધ મતદાન કર્યું હતું. ભારત, ચીન અને પાકિસ્તાન સહિત 32 દેશોએ UNમાં આ પ્રસ્તાવ ઉપર વોટિંગમાં ભાગ લીધો નથી.

11 પેરેગ્રાફના આ પ્રસ્તાવમાં વોટિંગ પછી યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ ટ્વિટ કર્યું કે, આ પ્રસ્તાવ યુક્રેન માટે વૈશ્વિક સમર્થનની સાબિતી છે, ત્યાંજ રશિયાના UN એમ્બેસેડર દમિત્રી પોલાન્સ્કીએ આ પ્રસ્તાવને ફાલતુ ગણાવીને નામંજૂર કર્યો. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, પ્રસ્તાવ શાંતિ લાવશે નહીં, પરંતુ તેનાથી યુદ્ધ ભડકાવનાર વ્યક્તિઓને પ્રોત્સાહન મળશે. છેલ્લાં 1 વર્ષમાં અનેક દેશોએ રશિયા હુમલાનો વિરોધ કર્યો, ત્યારે અનેક દેશોમાં રશિયન એમ્બેસી બહાર રસ્તાને યુક્રેનના ધ્વજના રંગથી રંગી દેવામાં આવ્યો હતો.

Latest Stories