દુબઈમાં વિશ્વનું સૌથી મોટુ એરપોર્ટ બનશે, 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે !

New Update
દુબઈમાં વિશ્વનું સૌથી મોટુ એરપોર્ટ બનશે, 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે !

UAEના દુબઈમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. અલજઝીરા અનુસાર, તેને બનાવવામાં 35 અબજ ડોલર એટલે કે લગભગ 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. દુબઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી જણાવી હતી.તેમણે કહ્યું કે નવું એરપોર્ટ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતાં 5 ગણું મોટું હશે. અહીંથી દર વર્ષે 26 કરોડ મુસાફરો યાત્રા કરશે. આ પ્રોજેક્ટ દુબઈના અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ થશે. અહીં 5 પેરેલલ રનવે હશે એટલે કે એક સાથે 5 પ્લેન અહીંથી ઉડી શકશે અથવા લેન્ડ કરી શકશે.

આ સિવાય એરપોર્ટ પર 400 ટર્મિનલ ગેટ હશે.વડાપ્રધાને કહ્યું કે નવા એરપોર્ટની ડિઝાઇનને મંજૂરી મળી ગઈ છે. આ એરપોર્ટનો કુલ વિસ્તાર 70 ચોરસ કિમી હશે. આગામી 10 વર્ષમાં તેને બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીને નવા અલ મકતુમ એરપોર્ટ પર ટ્રાન્સફર કરવામાં આવશે.આ પ્રોજેક્ટ હેઠળ, દુબઈ દક્ષિણમાં એરપોર્ટની આસપાસ એક આખું શહેર વસાવવામાં આવશે. આ સાથે 10 લાખ લોકો માટે હાઉસિંગ પ્રોજેક્ટનું કામ પણ પૂર્ણ થશે. દુબઈ એરપોર્ટ હાલમાં વિશ્વનું સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. વર્ષ 2022માં લગભગ 6.6 કરોડ મુસાફરો આ એરપોર્ટ પરથી પસાર થયા હતા.

Latest Stories