/connect-gujarat/media/media_files/ZsBpVGNjW87yVbH8pUB2.jpg)
જો બાઇડન
હકીકતમાં, અમેરિકન કાયદા અનુસાર જે વ્યક્તિ ડ્રગ્સનું સેવન કરતો હોય તે વ્યક્તિ બંદૂક કે કોઈ ઘાતક હથિયાર પોતાની પાસે રાખી શકતો નથી.
હન્ટર પર બંદૂક ખરીદીને અમેરિકન કાયદાનો ભંગ કરવાનો આરોપ છે. જો હન્ટર બાઇડન સામેના આરોપો સાચા સાબિત થાય તો તેને 25 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જો કે, તે સ્પષ્ટ નથી કે તેને કેટલી સજા થશે, કારણ કે હન્ટરનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.
થોડા સમય પહેલા જો બાઇડને એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ છે પરંતુ પિતા પણ છે અને તેમના પુત્રને પ્રેમ કરે છે. તેમણે કહ્યું કે તેમના પુત્રએ ડ્રગ્સની લતમાંથી બહાર આવવામાં જે તાકાત બતાવી છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે તેઓ કોર્ટ કેસ પર ટિપ્પણી કરતા નથી અને કરશે પણ નહીં, પરંતુ એક પિતા તરીકે તેમને તેમના પુત્ર માટે ખૂબ પ્રેમ છે. તેના પર વિશ્વાસ કરે છે.