66 બાળકોના મોત બાદ ભારતની કફ સિરપ કંપની સામે WHOની લાલ આંખ, વાંચો શું છે સમગ્ર મામલો

કંપની અને નિયમનકારી અધિકારીઓ સાથે આ દિશામાં વધુ તપાસ શરૂ કરાઈ છે.

66 બાળકોના મોત બાદ ભારતની કફ સિરપ કંપની સામે WHOની લાલ આંખ, વાંચો શું છે સમગ્ર મામલો
New Update

WHOએ મેડેન ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા દ્વારા બનાવેલ કફ અને શરદી માટે સિરપના 4 ઉત્પાદનો પર તબીબી ઉત્પાદન એલર્ટ જાહેર કર્યું છે. ડબ્લ્યુએચઓએ તેને કિડનીની ઇજાઓ અને ગેમ્બિયામાં 66 બાળકોના મૃત્યુનું સંભવિત કારણ જણાવ્યું છે. જો કે, હજી બાળકોના મોત માટે આ કફ સિરપ જવાબદાર હોવાની પુષ્ટિ થઈ નથી. પરંતુ રોયટર્સે WHOને ટાંકીને કહ્યું કે, કંપની અને નિયમનકારી અધિકારીઓ સાથે આ દિશામાં વધુ તપાસ શરૂ કરાઈ છે.

WHO એ મેડિકલ પ્રોડક્ટ એલર્ટમાં જણાવ્યું છે કે, "ભારતીય કંપની મેડેન ફાર્માસ્યુટિકલ્સ ના ચાર ઉત્પાદનોમાં થી દરેકના નમૂનાઓનું લેબ ટેસ્ટિંગ એ વાતની પુષ્ટિ કરે છે કે, આ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ ની વધુ પડતી માત્રા છે જે સ્વીકાર્ય નથી". ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, ડબ્લ્યુએચઓએ આજે ગામ્બિયામાં કિડનીની ગંભીર ઇજાઓ અને 66 બાળકોના મૃત્યુ સાથે સંભવિત રીતે સંકળાયેલી 4 દૂષિત દવાઓ માટે તબીબી ઉત્પાદન ચેતવણી જારી કરી છે.

આ બાળકોના મૃત્યુ એ તેમના પરિવારજનો મોટો આઘાત છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચાર દવાઓ ભારતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત ખાંસી અને શરદી ની સિરપ છે. WHO ભારતમાં સંબંધિત કંપની અને નિયમનકારી અધિકારીઓ સાથે વધુ તપાસ કરી રહ્યું છે. દૂષિત ઉત્પાદનો અત્યાર સુધી ફક્ત ગામ્બિયામાં (Gambia) જ મળી આવ્યા છે. આ દવાઓનું અન્ય દેશોમાં વિતરણ થઈ શકે છે. ડબ્લ્યુએચઓ તમામ દેશોમાં દર્દીઓને વધુ નુકસાન અટકાવવા માટે આ ઉત્પાદનોને શોધવા અને તેનો ઉપયોગ ના કરવાની ભલામણ કરે છે.

#cough syrup #WHO #cough syrup company #મેડેન ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા #Maiden Pharmaceuticals India #Pharmaceuticals Company #Pharmaceuticals #Pharmaceuticals Product
Here are a few more articles:
Read the Next Article