શા માટે હોય છે સમુદ્રનું પાણી ખારું, જાણો શું છે સાચું કારણ, આ દેવી સાથે છે ખાસ સંબંધ......

સમુદ્રનું પાણી ખરું કેમ હોય છે? આ માતા પાર્વતિના શ્રાપનું કારણ છે

શા માટે હોય છે સમુદ્રનું પાણી ખારું, જાણો શું છે સાચું કારણ, આ દેવી સાથે છે ખાસ સંબંધ......
New Update

શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે સમુદ્રનું પાણી ખરું કેમ હોય છે? આ માતા પાર્વતિના શ્રાપનું કારણ છે. તપસ્યા દરમિયાન માતા પાર્વતિનું રૂપ જોઈને સમુદ્રદેવ તેના પર મોહિત થઈ ગયા હતા. માતા પાર્વતિની તપસ્યા પૂર્ણ થયા બાદ સમુદ્રદેવે માતા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. આ માટે તેમણે માતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાંભળી માતા પાર્વતિએ કહ્યું કે તે કૈલાશપતિ ભગવાન શિવને પ્રેમ કરે છે અને તેમણે પોતાના પતિ અને ભગવાન માને છે. આ સાથે જ તેમણે સમુદ્રદેવના લગ્નનો પ્રસ્તાવ ફગાવી દીધો.

સમુદ્રદેવને આ પસંદ ના આવ્યું અને તે ગુસ્સામાં આવી ગયા અને ભગવાન શિવને અપશબ્દો કહેવા લાગ્યા. તેમણે પાર્વતીજીને કહ્યું કે એ ભસ્મધારી શિવમાં શું છે. જે મારામાં નથી. હું તમામ મનુષ્યોની તરસ છિપાવું છું. મારૂ પાત્ર દૂધ જેવુ સફેદ છે. હે પાર્વતિ મારા લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર કર. આ સાંભળીને માતા પાર્વતિ ખૂબ ગુસ્સે થયા અને તેને સમુદ્રદેવને શ્રાપ આપ્યો અને કહયુ કે જે મીઠા પાણી પર તમને અભિમાન છે ખારું થઈ જશે. ખારા પાણીના કારણે કોઈ તમારું પાણી પી શકશે નહીં. તે દિવસથી માતા પાર્વતિના શ્રાપને કારણે સમુદ્રનું પાણી ખારું થઈ ગયું તેમ કહેવામા આવે છે. સમુદ્ર મંથનની અસરથી દરિયાનું પાણી ખારું થઈ ગયું હતું.

#ConnectGujaat #સમુદ્રનું પાણી ખારું #સમુદ્રનું પાણી ખારું કેમ હોય છે #sea water #sea water salty #Salty Water #સમુદ્રદેવ #માતા પાર્વતિના શ્રાપ #માતા પાર્વતિ #શ્રાપ
Here are a few more articles:
Read the Next Article