ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરાયેલી PSI કેડરની 858 જગ્યા માટે આજે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ શારીરિક કસોટીમાં પાસ થયેલા અનેક ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (બિન હથિયારી પો.સ.ઇ, હથિયારી પો.સ.ઇ.(પ્લાટુન કમાન્ડર) તથા જેલર ગૃપ-2) ની કુલ-858 જગ્યાઓ માટેની શારીરિક કસોટી તા.21 જાન્યુઆરી, 2026થી તા.9 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજવામાં આવી હતી. શારીરિક કસોટીમાં 2.47 લાખ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે પૈકી ઉત્તીર્ણ થયેલ કુલ-1,10,680 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની કૂલ 371 શાળાઓમાં યોજાઈ હતી.
આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્રારા પુર્ણ કરવામાં આવી છે. ઉમેદવારોને કોઇ મદદની જરૂરીયાત હોય તો હેલ્પ નંબર 8160880331, 8160853877, 8160809253 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
