અંકલેશ્વર સબ જેલ ખાતે શક્તિનગર બ્રહ્માકુમારીઝ  સેવા કેન્દ્ર દ્વારા નશામુક્તિ અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી શુભેચ્છા પાઠવવામાં આવી.

અંકલેશ્વર શક્તિનગરમાં આવેલ બ્રહ્માકુમારીઝ  સેવા કેન્દ્ર દ્વારા અંકલેશ્વરની સબ જેલમાં નશામુક્તિ  અને રક્ષાબંધનનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો.હતો  બ્રહ્માકુમારી. નિમા દીદી અને જેલર વી.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ૧૪૦થી વધુ કેદી ભાઈઓ તથા પોલીસ સ્ટાફે ભાગ લીધો.હતો. નિમા દીદી દ્વારા રાજયોગ અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા નશાથી દૂર રહી સકારાત્મક અને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો  તથા નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. રક્ષાબંધન નિમિત્તે કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી શુભેચ્છા પાઠવવામાં આવી.