ઉત્તર પ્રદેશના શામલીના મોહલ્લા નાલા પટરી પર હરિયાણવી સિંગર અંકિત બાલિયાન પર 4 લોકોએ 14 ગોળીઓ મારી હત્યા કરી દીધી છે. ચાર લોકોએ પગપાળા આવીને હરિયાણવી સિંગર અંકિત બાલિયાનને ગોળીઓથી વીંધી નાખ્યો હતો. અંકિત જીમ કરીને બહાર ગાડીમાં બેઠો હતો, ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. અહેવાલો છે કે અંકિત જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારી કરી રહ્યો હતો. અંકિતની હત્યા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી.
અંકિત બાલિયાન શામલીનો રહેવાસી હચો. તેનું ગામ બંતી ખેડા છે. તે ઘણા વર્ષોથી સોનીપત-રોહતકમાં રહેતો હતો. અંકિત હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેમના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમનું સૌથી લોકપ્રિય ગીત ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન’ છે. અંકિત સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. તેમના નામે ઘણા ફેન પેજ પણ ચલાવવામાં આવે છે.
નોંધનિય છે કે, અંકિતે બે કલાક પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી. નજીકના ભાઈ સાથેના ઝઘડામાં જો તેનું રસ્તા પર મર્ડર કરી દેવામાં આવે, જે નજરોમાં રહેશે બચીને કેવી રીતે નિકળી શકશે? આ પોસ્ટના કેપ્શનમાં, તેણે લખ્યું- ખાસ ભાઈ.
હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા, 4 લોકોએ 14 ગોળીઓ મારી કરી હત્યા
