New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-269.jpg)
કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલ રઘુવંશી નગર નજીક વીજ ટાવર ઉપર એક માનસિક રીતે અસ્થિર યુવાન ચઢી જતા લોકોમાં ભારે દોડધામ મચી હતી. કલાકોની જહેમત બાદ યુવાનને સહી સલામત રીતે નીચે ઉતારવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી અનુસાર, માનસિક રીતે અસ્વસ્થ એક યુવાન રઘુવંશી નગર પાસેથી પસાર થતી 66 KV હાઈ વોલ્ટેજ વીજ લાઈનના ટાવર ઉપર ચઢી ગયો હતો. બનાવ બાદ ઘટના સ્થળે ટોળા એકત્ર થઇ ગયાં હતાં. યુવાન જીવંત વીજવાયરને અડી જાય તેવી દહેશતથી લોકોના જીવ તાળવે ચોટી ગયાં.સ્થાનિકોએ તંત્રને જાણ કરતા વીજ વિભાગ તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ તેને ટાવર પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. માનસિક અસ્વસ્થ યુવાનને કલાકો બાદ નીચે ઉતારતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
Latest Stories