નવરાત્રિના ઉત્સાહને બમણો કરવા માટે જિયો એક અનોખી પહેલ કરી રહ્યું છે અને એ છે 'જિયો ડિજિટલ નવરાત્રિ' જે ચારેકોર પથરાયેલા ગુજરાતીઓને ડિજિટલ રાહે આ ઉત્સવ ઉજવવા માટે સજ્જ કરશે.
'જિયો ડિજિટલ નવરાત્રિ' સોશિયલ ડસ્ટન્સિંગ જાળવવાની સાથે ગરબાની રમઝટનું સંયોજન કરશે અને આ રીતે વર્લ્ડ ક્લાસ ડિજિટલ અનુભવ સાથે આપણી સાંસ્કૃતિક ધરોહરને અનોખી રીતે ઉજવવામાં આવશે.
23 ઓક્ટોબરથી શરૂ થતી જિયો ડિજિટલ નવરાત્રિમાં સમગ્ર વિશ્વના ખેલૈયાઓ પોતાના ઘરમાં જ સ્વજનો અને મિત્રો સાથે નવરાત્રિનો ઉમંગ માણી શકશે, કારણ કે તેઓ કિર્તિદાન ગઢવી, કિંજલ દવે, ઓસમાણ મીર, અરવિંદ વેગડા, દેવાંગ પટેલ અને મિરાન્દે શાહ સહિતના પ્રસિદ્ધ કળાકારોના કંઠે ગવાતા ગરબાની ધૂન પર મા શક્તિની આરાધના સ્વરૂપે ગરબા કરવાનો આનંદ માણી શકશે.
આ ઉત્સાહને બમણો કરવા માટે વ્યૂઅર્સ બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ, બેસ્ટ સિંગર અને બેસ્ટ ગરબા ડાન્સ જેવી વિવિધ શ્રેણીમાં યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ આકર્ષક ઇનામો પણ જીતી શકશે. પુરુષ, સ્ત્રી, બાળકો અને કપલ સહિતની તમામ કેટેગરી અને ઉંમરના સ્પર્ધકોએ તેમની પ્રતિભા બતાવતો 30 સેકન્ડનો વીડિયો પણ મોકલવાનો રહેશે.
આ ઇવેન્ટ જિયોમીટ પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. જિયોમીટ ગૂગલ પ્લેસ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે અને યુઝર્સ https://t.jio/Jiodigitalnavratri2020 લિન્ક પર ક્લિક કરીને પણ જિયો ડિજિટલ નવરાત્રિનો આનંદ માણી શકે છે.
પોતાના મોબાઇલ ફોનમાં માયજિયો એપ પર જઈને તેમાં JioEngage હેઠળ ‘JioNavratri’ પર ક્લિક કરીને યુઝર્સ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અને આકર્ષક ઇનામો જીતી શકે છે.
ગુજરાતી લોક ગીત 'ભાઈ ભાઈ'ના ગાયક અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે, "કોવિડ19 મહામારીના સમયમાં ઓનલાઇન ગરબા એ શ્રેષ્ઠ સમાધાન છે. આ પ્લેટફોર્મ તમને એવું લાગવા જ નહીં દે કે તમે નવરાત્રિમાં કંઈક ગુમાવી રહ્યા છો. ખેલૈયાઓ અને અમારી વચ્ચેનું અંતર સમાપ્ત કરવા માટે આ પ્લેટફોર્મ શ્રેષ્ઠ માધ્યમ છે."
જ્યારે ગીતકાર અને ગાયક મિરાન્દે શાહે જણાવ્યું હતું કે, "આ ઓનલાઇન પ્લેટફોર્મ લાવવા બદલ જિયોનો ખૂબ ખૂબ આભાર કે હવે અમે અમારા લાખોના ઓડિયન્સ સુધી પહોંચી શકીશું. જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એ એટલી આરામદાયક છે કે અમે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સાથે સાથે અમે અમારા પર્ફોર્મન્સ લાઇવ બતાવી શકીશું."
ભારતમાં જિયોના 40 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે, જેમાં જુલાઈ 2020 સુધીમાં ગુજરાતમાં જ 2.47 કરોડ ગ્રાહકોનો સમાવેશ થાય છે. આ સાથે માત્ર ચાર વર્ષના સમયગાળામાં 40 કરોડ ગ્રાહકોનો સમૂહ ધરાવનાર જિયો ભારતની સૌથી ઝડપથી ગ્રાહકો જોડનારી કંપની બની ગઈ છે