છોટાઉદેપુર : અંધશ્રદ્ધાએ લીધો આધેડનો ભોગ, કૌટુંબિક ભાઈએ જ કરી હત્યા

New Update
છોટાઉદેપુર : અંધશ્રદ્ધાએ લીધો આધેડનો ભોગ, કૌટુંબિક ભાઈએ જ કરી હત્યા

એક તરફ દેશ કોમ્પ્યુટર અને ટેકનોલોજીમાં આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ હજુ પણ એવા લોકો છે કે જે અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે  છે. છોટાઉદેપુરના એક ગામમાં અંધશ્રદ્ધામાં કૌટુંબિક ભાઇએ સહેજ પણ વિચાર કર્યા વિના પોતાના આધેડ ભાઈને પાળિયાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે.

 સનાડા ગામમાં રહેતા અને દુકાન ચલાવતા ભાયલા રાઠવાના મનમાં એક એવો વહેમ ઘર કરી ગયો હતો કે, ગામમાં જ રહેતો તેનો કૌટુંબિક ભાઇ ઢોકલિયા રાઠવા તેની ઈર્ષ્યા કરે છે અને તેનો ધંધો રોજગાર તોડવા તેની ઉપર મેલી વિદ્યા કરાવે છે. બળવા ભૂવા પાસે લીંબુ, મરચાં અને ચોખા મંત્રાવી તેની દુકાન આગળ નાખી જવાના વહેમને લઈ તે સતત ચિંતિત રહેતો અને તેનું મગજ ઠેકાણે ન હોતું રહેતું. જેથી તેને ઢોકલિયા રાઠવાનું કાશળ કાઢી નાખવાનું નક્કી કર્યું.  દારૂ પીધા બાદ ભાયલાનો વહેમ એકાએક જાગ્યો અને તે હાથમાં ધારદાર પાળિયું લઈ પહોંચી ગયો ઢોકલિયા રાઠવાના ઘરે, જ્યાં ઢોકલિયા રાઠવા હાથ પગ ધોવા જેવો પોતાના ઘરમાંથી બહાર નિકળ્યો કે, એક પણ

ક્ષણનો વિચાર કર્યા વિના તેણે ઢોકલિયા રાઠવાના માથાના અને ગળાના ભાગે ધારદાર પાળિયાના ઘા કરી ઢોકળિયા રાઠવાનું ઢીમ ઢાળી દીધું હતું. ત્યાર બાદ પાળિયું લઈ સીધો પહોંચી ગયો રંગપુર પોલીસ મથકમાં અને પોતે કરેલા કારનામા વિશે પોલીસને જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતક  ઢોકલિયા રાઠવાના પુત્રએ ભાયલા રાઠવા વિરુદ્ધ રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ભાયલા રાઠવાની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સામાન્ય વહેમને લઈ પોતાના કૌટુંબિક ભાઇની હત્યા કરનાર ભાયલા રાઠવાને સહેજ પણ અફસોસ નથી. દારૂના નશામાં પોતે કરેલ હત્યાની તે બિનદાસ કબૂલાત કરી રહ્યો છે.

Latest Stories