New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-253.jpg)
મંગળવારના રોજ રાજયમાં પેટા ચૂંટણીના પરિણામનો માહોલ જામ્યો હતો. સવારથી જ લોકોમાં પરિણામો જાણવાની ઉત્કંઠા જોવા મળી હતી. છ વિધાનસભા બેઠકોની સાથે છોટા ઉદેપુર નગરપાલિકાની એક બેઠકનું પરિણામ જાહેર થયું હતું જેમાં કોંગ્રેસનો વિજય થયો છે.
છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 4 ની અનુ.જન.જાતિ કેટેગરીની બેઠકનું પરિણામ ગુરૂવારના રોજ જાહેર થતા કૉંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર અને રાજયસભાના સાંસદ નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને 1261મત જ્યારે ભાજપના ગણપત તલાટીનએ 647 મત મળ્યાં હતાં. આમ ભાજપના પ્રત્યાશી સામે કોંગ્રેસના સંગ્રામસિંહ 614 મતની લીડથી વિજય બન્યાાં હતાં. પાલિકાની પેટા ચૂંટણીમાં વિજય થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
Latest Stories