જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

7 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) –સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે.

વૃષભ (બ,વ,ઉ) - આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો. તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો. લાંબા સમયથી તમને ઝકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે-લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફલતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

મિથુન (ક,છ,ઘ) – આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

કર્ક (ડ,હ) – કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે.પણ તમારે તમારા મગજ પર કાબુ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે. તમારી જાતને અન્યો માટે રૉલ મૉડૅલ બનાવવા માટે સખત મહેનત કરો. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રૉમેન્ટિક દિવસ બગાડી નાખશે. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે.

સિંહ (મ,ટ) – તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

કન્યા (પ,ઠ,ણ) – તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. મિત્રો સાથે સાંજ અત્યંત મનોરંજક તથા આનંદસભર રહેશે. રૉમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબું નહીં ટકે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

તુલા (ર,ત) – તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ-વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. વધારાનું જ્ઞાન તથા કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જો તમે તમારો વધારાનો સમય તથા શક્તિ રોકશો તો તમને તેનાથી ખૂબ લાભ થશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો. હા, તમારા જીવનસાથી ખરેખર અદભુત છે.

વૃશ્વિક (ન,ય) – તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારી સમયસરની મદદ કોઈકને ર્દુભાગ્યનો અનુભવ કરવામાંથી બચાવશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમે જો તમારી જીવનસંગિનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિંયત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – ખાતી-પીતી વખતે ચેતતા રહેજો. બેદરકારી તમને બીમાર પાડી શકે છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. આજે તમને જે ફાજલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. કામના સ્થળે તમે મોટા લાભ મેળવશો. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો.

મકર (ખ,જ) - તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો-વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા-થોડોક આરામ કરો તથા તમારી એપોઈન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ-સોગાદ મળશે. તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈભર્યા રહો-તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

કુંભ (,શ,સ,ષ) :- આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

મીન (દ,ઝ,ચ,થ)ખાસ કરીને હૃદયરોગના દરદીઓએ કૉફી છોડી દેવી. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. બાળકોનું ઘરકામ પૂરૂં કરવા મદદનો હાથ લંબાવવાનો સમય. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથી ખરેખર અદભુત હોય તો જીવન સુખદ અમુભૂતિ બની જાય છે. આજે તમને આ વાતનો અનુભવ થશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article