જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) – તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. તમારી પત્ની પરનો કામનો બોજ ઘટાડવા ઘરના કામકાજમાં તેની મદદ કરજો. આ બાબત શૅરિંગ તથા આનંદની લાગણીને પ્રોત્સાહિત કરશે. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.

વૃષભ (બ,વ,ઉ) - હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે. નવી યોજનાઓ તથા સાહસોને અમલમાં મુકવા માટે સારો દિવસ. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો, તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે.

મિથુન (ક,છ,ઘ) – પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. તમારો વધારાનો સમય નિઃસ્વાર્થ સેવામાં સમર્પિત કરો. આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. પ્રેમ અને સારૂં ભોજન લગ્નજીવનના પાયા છે, અને અઆજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે.

કર્ક (ડ,હ)- તમારૂં અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. બાળકો તમારૂં ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યાવસાયિક અંતરાયો દૂર કરવા માટે કરો.તમારો નાનકડો પ્રયાસ સમસ્યા કાયમ માટે સૂલઝાવી શકે છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો

સિંહ (મ,ટ) – મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો. ભાગીદારીને લગતી તકો સારી જણાય છે, પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

કન્યા (પ,ઠ,ણ) – અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. તમારા ધ્યેયો સાધવા કરવા માટે સારો દિવસ.એકધારૂં કામ કરી તેમને ઝડપથી સાધી લેવા માટે તમારા શરીરને રિચાર્જ કરો. આ બાબતમાં તેમ તમારા મિત્રોની મદદ લઈ શકો છો. આનાથી તમારૂં મનોબળ વધશે તથા તમને તમારા ધ્યેયને હાંસલ કરવામાં મદદ કરશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

તુલા (ર,ત) – તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. વ્યાપારમાં નવા વિચારોને હકારાત્મકતાથી અને ઝડપી પ્રતિસાદ આપો. આ બાબત તમારી તરફેણમાં જશે. સખત મહેનતથી તમારે આ વિચારોને વાસ્તવિક્તામાં બદલવાની જરૂર છે-જે તમારા વ્યાપારી હિતોને જાળવવા માટેની ચાવી છે. કામમાં તમારો રસ જળવાઈ રહે તે માટે તમારૂં મગજ શાંત રાખો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે.

વૃશ્વિક (ન,ય) – મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કેમ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો - તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અ જરૂરી છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય.

ધન (ભ,ફ,ધ,ઢ) – મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ સાવચેત રહેજો, વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. તમારી સમયસરની મદદ કોઈકને ર્દુભાગ્યનો અનુભવ કરવામાંથી બચાવશે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

મકર (ખ,જ) – સ્વાસ્થ્ય સારૂં રહેશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરાં કાર્યો પૂરાં કરશો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

કુંભ (,શ,સ,ષ) :- ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે.

મીન (દ,ઝ,ચ,થ) તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. આજે કોઈક તમારા વખાણ કરશે. સાવચેતીપૂર્વક વાચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો.

Latest Stories