જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

7 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) – તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે. પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે

વૃષભ (બ,વ,ઉ) - તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે

મિથુન (ક,છ,ઘ) – તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રૉમેન્ટિક દિવસ બગાડી નાખશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

કર્ક (ડ,હ)- તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી- કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે.

સિંહ (મ,ટ) – વધુ પડતી કૅલૅરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. આજે તમે તમારા પરિવારમાં શાંતિદૂતનું કામ કરશો. પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.

કન્યા (પ,ઠ,ણ) – આજે તમારૂં સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે. પણ તમારી દૃઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબચની જરૂરૂ નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ.

તુલા (ર,ત) – તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો. તેમની મદદને ગરિમાપૂણર્ણ રીતે સ્વીકારો. તમારે લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ. નિયમિત રીતે તમારી સમસ્યાઓ શૅર કરવાથી તમને મદદ મળશે. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. વ્યાજબી રહેવાનો પ્રયાસ કરજો ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે.

વૃશ્વિક (ન,ય) – આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. પત્ની સાથે ઝઘડો માનસિત તાણ ભણી દોરી જઈ શકે છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી. આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદભુત ખરીદશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. દોડધામભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમે જો વધારે પડતા દયાળુપણ વર્તશો તો-તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. લોકોનો ચંચૂપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.

મકર (ખ,જ) – સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો.વિવાદને કારણ વગર વધારશો નહીં એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો. તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાઈ જ પરિણામ નહીં આપે-એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઇ જશે, આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મુકશે.

કુંભ (,શ,સ,ષ) :- મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

મીન (દ,ઝ,ચ,થ) અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. તમે આજે અનુભવશો કે તમારૂં લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article