/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-267.jpg)
જુનાગઢમાં દિવાળીના તહેવારને લઇ રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં 14 કલાકારોએ જુદી જુદી રંગોળી બનાવી છે અને તે મુલાકાતીઓ માટે આર્કષણનું કેન્દ્ર બની છે.
પ્રકાશના પર્વ દિવાળીમાં ઘરોના આંગણાઓને રંગબેરંગી રંગોળીથી સજાવવામાં આવે છે. જુનાગઢ શહેરમાં ક્રિમસન એકેડેમી અને આકૃતિ આર્ટસ એકેડેમી દ્વારા દિવાળી નિમિતે રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામા આવ્યું જેમાં અવનવી ડીઝાઇનની રંગોળી તૈયાર કરવામાં આવી. જુનાગઢના મલ્ટીપ્લેક્ષ ખાતે આવેલ બેકવેટ હોલમાં તા. 25થી 31 ઓક્ટોબર સુધી રંગોળી પ્રદર્શન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
મહત્વની વાત એ છે કે, જુનાગઢ શહેરમાં સાત વર્ષ પછી રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 વર્ષની ઉંમરની બાળકીથી માંડીને ૩૫ વર્ષ સુધીના લોકોએ વિવિધ રંગોળીઓ બનાવી છે. રંગોળી પ્રદર્શનમાં 12 કલાકારો જુનાગઢ શહેરના છે, તો બે કલાકારો બહાર ગામના છે. દ્વારકાથી આવેલ એક કલાકાર દ્વારા રંગોળી પ્રદર્શનમાં અનેરી રંગોળીઓ બનાવવામાં આવી છે.