નવસારી : સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું કૌભાંડ, 3 આરોપીની ધરપકડ

New Update
નવસારી : સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું કૌભાંડ, 3 આરોપીની ધરપકડ

નવસારીના કાલીયાવાડી વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. સ્પામાં મસાજના બહાને થાઇલેન્ડથી યુવતીઓ બોલાવી તેમની પાસે ગોરખધંધા કરાવતાં હોવાની વિગતો સપાટી પર આવી છે.

મસાજ કરવાની આડમાં સ્પા સેન્ટરોમાં ચાલતો  દેહવેપાર ભોગ વિલાસ કરનારાઓનું સ્વર્ગ બન્યું છે ત્યારે નવસારી એસઓજીની ટીમે કાલિયાવાડી વિસ્તારમાં ધમધમતા સ્પામાં છાપો માર્યો છે. નવસારીને અડીને આવેલ કાલિયાવાડી ગામની ઉમાદર્શન એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પા પાર્લરમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે જેમાં 3 આરોપીના મેલાપીપળા ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું છે.થાઈલેન્ડની યુવતીઓ આવીને લોકોને મોહિત કરીને સમગ્ર રેકેટ ચલાવતું જેની અંગત બાતમી મળતા એસઓજીની ટીમે છાપો મારતા 3 ઇસમનો દબોચી લીધાં છે. ઝડપાયેલા ઇસમોમાં સ્પાના માલિક  હરેશ બદરકિયા સહિત વિશાલ ટેલર અને સુરેશ રાઠોડનો સમાવેશ થાય છે.

Latest Stories