New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/92536-Nokia.jpg)
એચએમડી ગ્લોબલ નોકિયા બ્રાન્ડ અંતર્ગત મોબાઈલ ફોન ડિઝાઇન કરીને તેનું વેચાણ કરે છે
એચએમડી ગ્લોબલે બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને નોકિયાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.એચએમડી ગ્લોબલ નોકિયા બ્રાન્ડ અંતર્ગત મોબાઈલ ફોન ડિઝાઇન કરીને તેનું વેચાણ કરે છે. કંપનીએ તેને ભારત નોકિયા ફોનના ચહેરા તરીકે વરણી કરી છે
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ કે આલિયા ભટ્ટ આજની પેઢી સાથે મજબુતીથી જોડી શકે છે. એચએમડી ગ્લોબલના વાઇસ પ્રેસિડેન્ડ અને ભારતના કન્ટ્રી હેડ અજય મેહતાએ જણાવ્યું હતું કે આલિયાની સાથે પ્રિન્ટ મીડિયા દ્રારા અભિયાન પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે આલિયા સાથે ભાગીદારી કરીને અમે ઘણા રોમાંચિત છીએ.
Latest Stories