/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault31.jpg)
અરબી
સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનના કારણે ભાવનગરના મહુવા અને તળાજા તાલુકના ગ્રામ્ય
વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાના કારણે કપાસ અને મગફળીના પાકને સૌથી
વધારે નુકશાન થવાની શકયતાઓ રહેલી છે.
ભાવનગર
જિલ્લાના મહુવા તાલુકાના દાઠા પંથકના બોરડા, વેજોદરી, પરતાપરા, વાલાવાવ, માળવાવ, રાણીવાડા સહીત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં
ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ પકવેલ મગફળીના પાકને સૌથી વધુ નુકશાન થયું છે. એક તરફ
નવા વર્ષનું પર્વ ઉજવવા ખેડૂતો અને ખેત મજૂરો ઉત્સાહીત હતા, તો બીજી તરફ ખેડૂતોને કમોસમી વરસાદના
કારણે મોટું નુકશાન વેઠવું પડી રહ્યું છે. પશુ પાલકો માટે મગફળીનું ચારોલું આખું
વર્ષ ચાલે છે. તે પણ વરસાદના કારણે બગડી જતા ભવિષ્યમાં પશુઓનું નિરણ મોંઘું બનશે
તો તેની સાથે જ દૂધ પણ મોંઘું બનશે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. કમોસમી વરસાદને
કારણે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. ખેડૂતોની હાલત સૌથી વધુ
કફોડી બની છે. હાલ શિયાળુ પાકના વાવેતરનો સમય છે, ત્યારે ખેડૂતો કમોસમી વરસાદને કારણે
મૂંઝવણમાં મૂકાયા છે. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકને કમોસમી વરસાદની સૌથી
મોટી અસર થઈ છે. કપાસમાં ફૂલ પર ફલરી લાગી હોય તો તે વરસાદને કારણે ખરી પડે છે, જેથી ખેડૂતોના માથે આ વરસાદ સંકટ બનીને
આવ્યો છે.