“મહા” વાવાઝોડા પહેલા તંત્રની “મહા” કવાયત : જિલ્લાભરમાં ચાલ્યો બેઠકોનો દોર

New Update
“મહા” વાવાઝોડા પહેલા તંત્રની “મહા” કવાયત : જિલ્લાભરમાં ચાલ્યો બેઠકોનો દોર

 અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનના કારણે “મહા” વાવાઝોડાએ આકાર લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં તારીખ 6 અને 7 નવેમ્બર દરમ્યાન ભારે પવન

ફૂંકાશે. “મહા” વાવાઝોડું રાજ્યના કેટલાક દરિયાઈ પટ્ટ પરથી પસાર થવાની સંભાવના છે, ત્યારે રાજ્યના તમામ

જિલ્લા સમાહર્તાઓએ ઉચ્ચ અધિકારીઓએ સાથે બેઠક યોજી હતી. વાવાઝોડાના પ્રકોપને પહોંચી

વળવા NDRF અને SDRFની ટીમ તૈનાત કરી લોકોને સલામતી લેવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે.

"મહા” વાવાઝોડાની આગાહીના પગલે રાજ્યભરમાં વહીવટી તંત્ર સાબદું થયું છે, ત્યારે સુરત જિલ્લા

કલેકટરે આ અંગે મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના

અધિકારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. એટલુ જ નહીં આપત્તિ સમયે

પણ સલામતી અને સુરક્ષાના માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સજ્જ કરવામાં આવી છે.

વાવાઝોડાની અસર પુરી ન થાય ત્યાં સુધી દરિયામાં માછીમારી બંધ રાખવા આદેશ આપવામાં

આવ્યા છે.

Latest Stories