મહેસાણા : બહુચરાજી મંદિર ખાતે સોનાની થાળીમાં રાજભોગ થાળ ધરાયો

મહેસાણા : બહુચરાજી મંદિર ખાતે સોનાની થાળીમાં રાજભોગ થાળ ધરાયો
New Update

યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાજીને આજે દિવાળી નિમિત્તે સોનાની થાળીમાં રાજભોગ થાળ ધરાવવામાં આવ્યો. વર્ષમાં માત્ર દિવાળી તેમજ નૂતન વર્ષ એમ બે દિવસ આ સોના ની થાળીમાં થાળ ધરાવવામાં આવે છે. આ પરંપરા ગાયકવાડ સરકાર વખત થી ચાલી આવી છે.

મહેસાણાના યાત્રાધામ એવા બહુચરાજી મંદિર ખાતેમાં બાળા બહુચરને આજે સોનાના પાત્રોમાં રાજભોગ થાળ ધરાવવામાં આવ્યો હતો. જેમાં આજે માતાજીને પુરી, પાપડ, બટાકા વડા, કાજુ કતરી , મોહન થાળ, વટાણાનું શાક , બટાકાનું શાક, મિક્ષ સબ્જી, દાળ ભાત, ખીર સહિતની વાનગીનો રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. દર વર્ષે આ પરંપરા અનુસાર બાળા બહુચરને સોનાના પાત્રમાં રાજભોગ ધરવામાં આવે છે. દિવાળી તેમજ નૂતન વર્ષના દિવસે આ ભોગ ચઢાવાય છે. આ સોનાના પાત્રોનું વજન દોઢ કિલોગ્રામનું છે. આ પરંપરા ગાયકવાડ સમયથી ચાલતી આવે છે. જેને આજે પણ અનુસરવામાં આવે છે. અને માં બહુચરને સોનાની થાળી, વાટકા અને ચમચીમાં રાજભોગ ધરાવવામાં આવે છે. પરંપરા મુજબ દિવાળી બાદ નવા વર્ષે પણ ભોગ ધરવામાં આવ્યો હતો જેનો ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

#Gujarati New #Diwali #Bahucharaji Temple #Diwali2020 #Gold Plate
Here are a few more articles:
Read the Next Article