/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/29175228/01-22.jpg)
ગરવી ગુજરાતની ગાથા કાર્યશાળામાં કરી ગૂંજતી
કલા-સાંસ્કૃતિક
વારસાના જતન માટે સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકાર વિદ્યાભારતી સાંસ્કૃતિક સંસ્થાન દ્વારા
હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતે આયોજીત કાર્યશાળામાં દેશભરમાંથી આવેલ ચુનિંદા શિક્ષકો અને
તજજ્ઞો સામે ભરૂચના શિક્ષકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતની ગૌરવગાથાને ગૂંજતી
કરી હતી.
ભારત સરકારના સંસ્કૃતિક
સ્ત્રોત્ર અને પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વિદ્યાભારતી સાંસ્કૃતિક સંશોધન સંસ્થાન કુરૂક્ષેત્ર
ખાતે ભારતીય સંસ્કૃતિ અને કલાના વારસાના જતન માટે દશ દિવસીય કાર્યશાળા યોજાઇ હતી. જેમાં
પાંચ રાજ્યોના ૩૨ શિક્ષકો જોડાયા હતા. ગુજરાતમાંથી ભરૂચના શિક્ષકોમાં રૂંગટા વિદ્યાલયના
નવીનભાઇ પરમાર,નારાયણ વિદ્યાલયના ચિમનભાઇ પરમાર અને અન્ય
શાળામાંથી મોનાલીબેન અટોદરિયા,ભૂમિકાબેન ખેર તથા જાગૃતિબેન
પટેલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ કાર્યશાળામાં
ભરૂચની આ ટીમે ગુજરાતની સંસ્કૃતિ,કલા, જોવા લાયક સ્થળો, દંત કથાઓ,લોકગીતો, ધાર્મિક સંસ્કૃતિ,સાહિત્ય તથા જીવન પધ્ધતિ સહીતની ગુજરતની ગૌરવગાથા
રજૂ કરી પાંચ રાજ્યો માંથી આવેલા શિક્ષકો અને તજજ્ઞોની દાદ મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું
છે. શિક્ષકો દ્વારા ગુજરાતને ગૌરવ અપાવવા બદલ ભરૂચ શિક્ષકોની આ તીમને શિક્ષણાધિકારીએ
શુભેચ્છાઓ પાઠવી તેમની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી હતી.