New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-257.jpg)
ગુજરાતની 6 બેઠક ઉપર પેટા ચૂંટણીમાં કોંગ્રેસની 3 બેઠક ઉપર જીત થતા સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર અલ્પેશની ઠાકોરની હારથી કોંગ્રેસીઓમાં ખુશી લહેર જોવા મળી હતી.
ગુજરાત વિધાનસભાની 6 બેઠક ઉપર પેટા ચૂંટણી બેઠકમાંથી કોંગ્રેસનો ત્રણ બેઠક પર વિજય થતા સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસે ઉત્તર ગુજરાતની 3 બેઠકો કબજે કરી છે. મહત્વની વાત કરીએ તો કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર અલ્પેશની ઠાકોરની હારથી કોંગ્રેસીઓમાં ખુશી લહેર જોવા મળી હતી.
Latest Stories