સુરત : પાંડેસરાની પરણિતાનું ડેન્ગયુથી મોત, બે બાળકો બન્યા માતા વિહોણા

New Update
સુરત : પાંડેસરાની પરણિતાનું ડેન્ગયુથી મોત, બે બાળકો બન્યા માતા વિહોણા

સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં તાવમાં સપડાયા બાદ પરણિતાનું મોત થયું છે. તેના મોતના પગલે બે બાળકોએ માતાનું છત્ર ગુમાવી દીધું છે. સમગ્ર શહેરમાં હાલ રોગચાળાનો વાવર જોવા મળી રહયો છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ જગન્નાથ સોસાયટીમાં રહેતા મૂળ ઝારખંડના વતની 23 વર્ષીય મોનીકા રાણાને તાવ આવતા પાંચ દિવસની સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું છે. મહિલાનું મોત થતા 2 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. મહિલાનું મોત ડેન્ગયુના કારણે થયાની આશંકા સેવાઇ રહી છે. મહિલાના મોતની ઘટના બાદ આરોગ્ય વિભાગેતાત્કાલિક જગન્નાથ વિસ્તારમાં આવી આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા મૃતક મહિલાના ઘરમાં પાણીના માટલામાંથી મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. દવાનો પાવડર છાંટી મચ્છરોનો નાશ કરી મચ્છરોના બ્રિડિંગ મળી આવેલ મકાન માલિકોને નોટિસ આપવામાં આવી છે.

શહેરમાં ડેંગ્યુનો હાહાકાર યથાવત છે, ત્યારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓકટોબર માસમાં 450થી વધુ ડેન્ગ્યુ કેસ નોંધાયા છે. સિવિલમાં ડેન્ગ્યુના 350 અને મેલેરિયાના 283 કેસ નોંધાયા છે તો સ્મીમેર હોસ્પિટલમાં ડેન્ગ્યુના 129 અને મેલરીયાના 210 કેસ નોંધાયા છે. શહેરની અન્ય ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ હોવની શંકાએ આ આંકડો મોટો હોવાની શક્યતા છે.

Latest Stories