સુરત : વિસ્પી ખરાદીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, બે નવા ગિનીઝ રેકોર્ડ બનાવ્યા

New Update
સુરત : વિસ્પી ખરાદીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, બે નવા ગિનીઝ રેકોર્ડ બનાવ્યા

સુરત કીફી એસોસીએશનના ચેરમેન સુપરસ્ટાર અક્ષયકુમાર દ્વારા પ્રોત્સાહિત મીક્ષ માર્સલ આર્ટસ-કુડોની વર્લ્ડ ટુર્નામેન્ટ તા. 22થી 24 ઓક્ટોબર 2019 દરમિયાન સુરતના ઈન્ડોર સ્ટેડીયમમાં યોજાઇ હતી, ત્યારે આ ટુર્નામેન્ટ અંતર્ગત પાંચ વખત વર્લ્ડ રેકોર્ડ સર્જી ચૂકેલા રેન્શી વિસ્પી ખરાડી તેમની ટીમ દ્વારા બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે.

સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કુડોની વર્લ્ડ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ભારતના 27 રાજ્યોના 5100 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, રેન્શી વિસ્પી ખરાડી તથા તેમની ટીમે બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. રેકોર્ડમાં પ્રથમ છે મોસ્ટ લેયર નેલબેક સેન્ડવીચ રેકોર્ડ. અગાઉ વર્ષ 2017માં રેન્સી વિસ્પી ખરાડી દ્વારા જ 8 લેયરનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા જ 9 લેયર કરીને જૂનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે. બીજો રેકોર્ડ છે મોસ્ટ આયર્ન રોડ બેન્ડ રેકોર્ડ. આ રેકોર્ડમાં 90 ડિગ્રી પર રોડ વાળવામાં આવે છે. વિસ્પીએ રશિયાના 1 મિનિટમાં 12 રોડ વાળવાના રેકોર્ડને ચેલેન્જ કર્યો હતો, જેને પણ તોડ્યો છે. જેમાં એક મિનિટમાં વિસ્પીએ 21 રોડ વાળીને બીજો રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ તેઓ 5 વખત વર્લ્ડ રેકોર્ડ બનાવી ચુક્યા છે. આ વર્લ્ડ રેકોર્ડની નોંધ લેવા માટે લંડનથી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Latest Stories