અંકલેશ્વર : દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓના દેખાવો
BY Connect Gujarat8 Nov 2019 1:03 PM GMT

X
Connect Gujarat8 Nov 2019 1:03 PM GMT
અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ
સાતમા પગાર પંચના એલાઉન્સ સહિતની માંગણીઓ મુદ્દે કાળી પટ્ટી ધારક કરી વિરોધ
નોંધાવ્યો હતો. તેમણે કચેરીની બહાર એકત્ર થઇ દેખાવો યોજયાં હતાં.
છેલ્લા ત્રણ વર્ષથી અટકેલા સાતમા પગાર પંચના એલાઉન્સ
સહિતની વિવિધ માંગણીઓ માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર્સ
એશોસિએશન દ્વારા રચાયેલ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ આંદોલનને વધારે ઉગ્ર
બનાવવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારના રોજ અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ
કંપનીના 300 જેટલા કર્મચારીઓએ કચેરીની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતાં. તેમણે કાળી પટ્ટી ધારણ કરી ફરજ
બજાવી હતી. જો આવનારા સમયમાં તેઓની વિવિધ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અચોક્કસ
મુદ્દતની હડતાળની ચીમકી તેમણે આપી છે.
Next Story