/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/23201343/maxresdefault-294.jpg)
ગુજરાતમાં દિન પ્રતિ દિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ ફરી વખત હોટ સ્પોટ ના બને તેના માટે કોર્પોરેશન દ્વારા સ્થાનિક મંડળોના માધ્યમથી કરેલી તપાસમાં એક ડઝન જેટલા માર્કેટમાં છેલ્લા 12 દિવસમાં કરાયેલા તપાસમાં 60થી વધારે વેપારીઓ- કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ખાડિયાના સ્થાનિક કોર્પોરેટર મયુર દવે સહિત અન્યોને સાથે રાખી વિવિધ માર્કેટમાં એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સુગનુમલ માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, કે.બી.સી. માર્કેટ, ન્યૂ ક્લોથ માર્કેટ, સફલ-1, સફલ-3, પારસ ટાવર, રાયપુર સોસા., માણેક ચોક ચોક્સી મહાજન એસો. સહિતના વિવિધ માર્કેટનો સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસથી રોજના 4,500થી વધુ ટેસ્ટ કરાયા હતાં. જેમાં 60 લોકો પોઝેટીવ આવ્યા હતા...દર્દીની સ્થિતિ પ્રમાણે તેમને દવાખાનામાં સારવાર અથવા હોમ કવોરન્ટાઇન કરવામાં આવી રહયાં છે.