/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/cef8554a-ec01-4ba6-a658-302678106bc4.jpg)
અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ચોત્રા ગામે PGVCLના ટ્રાન્સફોર્મરની ઉપર મહંતનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ચોત્રા ગામની સીમમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ટ્રાન્સફોર્મરની ઉપર ચોત્રા ગામના મંદિરના મહંતનો મૃતદેહ ગામલોકોએ જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ જાફરાબાદ તાલુકા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, ચોત્રા ગામના એક મંદિરના મહંત બટુકગીરી ગુલાબગીરી ગૌસ્વામી નામના મહંતનો મૃતદેહ PGVCLના ટ્રાન્સફોર્મરની ઉપર વીજ વાયરોની વચ્ચે ફસાયેલ હાલતમાં મળી આવતા મહંતે આપઘાત કર્યો હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ જાફરાબાદ તાલુકા પોલીસે મહંતના મૃતદેહને PGVCLના ટ્રાન્સફોર્મર ઉપરથી નીચે ઉતારી જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.