અમરેલી : મગફળીની જાહેરમાં હરાજીમાં ખેડૂતોને 650 થી 900 રૂા.નો મળ્યો ભાવ

અમરેલી જિલ્લાના 9 સેન્ટરો પર ટેકાના ભાવથી મગફળીની ખરીદીનો લાભ પાંચમના દિવસથી પ્રારંભ થયો.
ટેકાના ભાવથી મગફળીના વેચાણ માટે 31 હજારથી
વધુ ખેડૂતો નોંધાયેલા હોવા છતાં પ્રથમ દિવસે માત્ર ત્રણ જ ખેડૂતો આવ્યાં હતાં.
બીજી તરફ જાહેર હરાજીમાં ખેડૂતોને મગફળીનો 650 થી લઇ 900 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો.
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ₹નું એપીએમસી સેન્ટર જયાં લાભપાંચમના દિવસથી મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં
આવી. જિલ્લામાંથી ટેકાના ભાવથી મગફળીનું વેચાણ કરવા માટે 31 હજારથી વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ
પ્રથમ દિવસે માત્ર 3 જ
ખેડૂતો આવ્યાં. ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ત્રણેય ખેડૂતોની મગફળીની સરકારી
નિયમોને આધીન ખરીદવામાં આવી હતી. એપીએમસી ખાતે જાહેર હરાજીમાં 700 રૂપિયાથી લઈને સાડી 950 સુધીના ભાવો ખેડૂતોને મળ્યાં. એપીએમસીમાં મગફળીની આવક
થઇ રહી છે પણ યોગ્ય ભાવો નહિ મળવાના કારણે ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ખેડૂતોને
મગફળીનો પાક તૈયાર કરતા 900 થી 1000 રૂપિયા જેટલો ખર્ચ ખર્ચ થતો હોય છે જેની સામે ખેડૂતોને 650 થી લઈને 950 સુધીનો ભાવો મળતા ખેડૂતોનો ખર્ચ પણ નીકળી રહયો નથી.
એપીએમસીના સેક્રેટરી ના જણાવ્યા અનુસાર એપીએમસીમાં સાથે 7 હજાર જેટલી મગફળીની ગુણીઓની લાભપાંચમના દિવસે આવક થઇ
છે