Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : બાયડના ધામણી અને ભિલોડાની હાથમતી નદી બે કાંઠે, પાણીના પ્રવાહથી વાહન વ્યવહાર ઠપ્પ

અરવલ્લી : બાયડના ધામણી અને ભિલોડાની હાથમતી નદી બે કાંઠે, પાણીના પ્રવાહથી વાહન વ્યવહાર ઠપ્પ
X

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભરે વરસાદની આગાહી કરી હતી, જેના પદટગલે અરવલ્લી જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાયડની ધામણી નદી બે કાંઠે વહેતા કોઝવે પર પાણી ફરી વળતા આસપાસના 5 ગામનો સંપર્ક તૂટયો હતો. કોઝ વે પર પાણી ફરી વળતા ભારૂજીના મમુવાડા, નવાભારુજી, મગનપુરા, રણછોડપુરા નવિવસાહત મહાદેવ પુરા સહિતના ગામોનો અસર વર્તાઇ હતી.

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પણ વરસાદની અસર જોવા મળી હતી. ઉપરવાસમાં વરસાદને કારણે ભિલોડાની હાથમતી નદી બે કાંઠે વહેતા પાંચથી વધારે ગામ વચ્ચે ચાલતો વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. હાથમતી નદી બે કાંઠે વહેતા કમઠાડિયા, ઉપલા કમઠાડિયા, મઠ બોલુન્દ્રા, ટાકાટુકા અનો વિરપુરનો વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. આ ગામ પર બ્રિઝ બનાવવાની લોકોની માં છે, જેથી વરસાદની ૠતુમાં વાહન વ્યવહારને અસર ન થાય.

Next Story
Share it