અરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલનો ખેલાડી સૉફ્ટ ટેનિસ સ્પર્ધામાં વિજેતા

New Update
અરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલનો ખેલાડી સૉફ્ટ ટેનિસ સ્પર્ધામાં વિજેતા

સતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા જશે

યુવક સેવા અને

સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ અન્ડર -૧૪

સ્કૂલ ગેઇમ્સ સોફ્ટ ટેનીસ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અમદાવાદ મુકામે સંપન્ન થઇ.

જેમાં મોડાસા નગરની સી.જી.બુટાલા સેકંડરી અને બી.વી.બુટાલા હાયર સેકંડરી સર્વોદય

હાઈસ્કૂલનો વિદ્યાર્થી ભાવેશ મુકેશ ખીલવાણીએ અરવલ્લી જિલ્લા તરફથી ભાગ લેતા સેમી

ફાઇનલ અને ફાઇનલમાં ગુજરાતના ટોપ સીડેડ ખેલાડીઓને હરાવી સમગ્ર રાજ્યમાં વિજેતા બની

ગોલ્ડ મેડલ મેળવી શાળાને, મોડાસા નગરને અને

અરવલ્લી જીલ્લાનું નામ અવ્વલ કર્યું છે. હવે તે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરતા

રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

ઉલ્લેખનીય છે કે, શાળાનો આ ખેલાડી ભાવેશે ગુજરાત ની ટીમ નું

પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્ર કક્ષાએ વર્ષ-૨૦૧૭ માં સિલ્વર , વર્ષ-૨૦૧૮ માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સતત

ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.ભાવેશે મેળવેલી આ સિદ્ધિ

બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીન આર.શાહ, ઉપપ્રમુખ કનુ સી.શાહ પ્રભારી માનદમંત્રી ધીરેન

બી.પ્રજાપતિ અને શાળાના પ્રિન્સીપાલ ડૉ આર. સી.મહેતાએ રાષ્ટ્રકક્ષાએ પણ સફળતા

પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ સાથે કોચ કે.એ.જોષી અને ટ્રેનર રવીન્દ્ર પુવાર, ડૉ અમિત ઉપાધ્યાયને અભિનંદન પાઠવ્યા હતા.

Latest Stories