/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/dsfds.jpg)
વલસાડ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે બેટી બચાવો-બેટી પઢાઓના સંકલ્પ સાથે ઉમરગામ જી.આઇ.ડીસી. વિસ્તારમાં આવેલી ડોમ્સ કંપનીના ખાતે કરવામાં આવી હતી.
આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, હિંમતે મર્દા તો મદદે ખુદા એ સૂત્રને સાકાર કરતી કર્મયોગી મહિલાઓ આગેકદમ વધારી રહી છે, અભિનંદનને પાત્ર છે. દેશના અર્થતંત્ર સહિત દરેક ક્ષેત્રોમાં મહિલાઓનો ફાળો અમૂલ્ય છે. ભારતીય સંસ્કૃતિમાં પણ નારીનું ઘણું મહત્ત્વ છે, ત્યારે નારીશક્તિને આગળ વધવામાં સમાજશ્રેષ્ઠીઓ સહયોગ આપે તે જરૂરી છે. સમાજમાં દીકરીને પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકારે વ્હાલી દીકરી યોજના અમલી બનાવી છે. મહિલાઓની સાહસિકતાને ઉપર લાવવા માટે સરકાર મહિલા સશક્તિકરણ અભિયાન ઉપાડ્યું છે. ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે પણ મહિલાઓ અગ્રેસર બની રહી છે. દીકરીની ભ્રુણ હત્યાથી બચાવવા માટે રાજ્ય સરકારે પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ કડક સજાની જાગવાઇ કરી છે.
૧૮૧ અભયમ યોજના અંતર્ગત કયા-કયા પ્રકારની મદદ મળે છે તેની વિસ્તૃત જાણકારી આપી મુશ્કેલીના સમયે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ હેલ્પાઇન ઉપર સંપર્ક કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. આ હેલ્પલાઇનને રાજ્યને પોલીસ હેલ્પલાઇન-૧૦૯૧, ચાઇલ્ડ હેલ્પલાઇન-૧૦૯૮, મહિલા આયોગની હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૧૧ સાથે પણ જાડવામાં આવી છે.
ડોમ્સ કંપનીના સંતોષભાઇએ પ્રાસંગિક ઉદ્બોધનમાં મહિલા સશક્તિકરણની ઉજવણીમાં સહભાગી બનાવવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શૈલેષ કણજરીયાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. કામકાજના સ્થળે થતી મહિલાઓની જાતીય સતામણી બાબતે લેવાના થતા પગલાંઓની જાણકારી પણ તેમણે આપી હતી.
આ અવસરે નિવાસી અધિક કલેક્ટર કમલેશ બોર્ડર, વલસાડ પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, પારડી પ્રાંત શ્રીમતી ગોહિલ, નવશક્તિ આદિવાસી વિકાસ ટ્રસ્ટના ગીતાબેન પટેલ, સહિત મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.