રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ બાદ કચ્છ એસટી ડિવિઝનને વોલ્વો હબની માન્યતા મળી છે. કચ્છ ડિવિઝનમાં  હવે રર નવા શિડ્યુઅલ સાથે ૩૬ ટ્રીપ નવી શરૂ થશે. જેના માટે ડિવિઝનને ૮ વધારાની વોલ્વો બસ પણ ફાળવવામાં આવી છે. ભુજ ડેપોને પ્રિમિયમ સર્વિસ હબ (વોલ્વો હબ)ની માન્યતા મળતા વધારાની સેવાઓ શરૂ થઈ છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં એસટીને વોલ્વો હબ પ્રાપ્ત થયું છે. આ બાદ ચોથા નંબરે ભુજ એસટી ખાતેથી આ સેવા શરૂ થઈ રહી છે  આ માટે ભુજ એસટી ડેપોમાં આઠ નંબરનું પ્લેટફોર્મ રિઝર્વ રાખવામાં આવ્યું છે.આંતર ગુજરાત અને દીવ સુધીની રર નવા શિડયુઅલ સાથે ૩૬ ટ્રીપ શરૂ થઈ છે. નવી બસ સેવાઓ શરૂ થતાં હવે મુસાફરો આરામદાયક રીતે મુસાફરી કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here