કચ્છ: ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે 15 ઓક્ટોબર થી 15 જૂન સુધી ખુલ્લુ મુકાયું

New Update
કચ્છ: ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે 15 ઓક્ટોબર થી 15 જૂન સુધી ખુલ્લુ મુકાયું

કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.

Advertisment

આ રણ ની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી ને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિર નું આયોજન થાય છે. આજથી 15 ઓક્ટોબર થી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે. છેલ્લા વર્ષોમાં આ રણ ની અંદર મુલાકાત લેનાર પ્રવાસી ની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.

ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 25,000 થી વધુ પ્રવાસી લોકો આવેલ જેમાં 2500 જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલ શિયાળામાં આ રણની અંદર બહાર થી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે.ગત વર્ષે 35 લાખથી વધુ આવક આ વિભાગ ને થયેલ છે.અને દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. સાથે છેલ્લે થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 4450 જેટલી નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સમર્ગ રાજ્યમાં સારો વરસાદ પડેલ છે

જેના કારણે રણ ની અંદર હજુ પણ પાણી ભરાયા છે. જેથી પ્રવાસીઓ માટે રણ ની અંદર જવું મુશ્કેલ છે. ત્યારે હજી રણ ની અંદર રહેલ પાણી ને ઓસરતા લગભગ 20 દિવસ જેટલો સમય લાગે તેમ છે. અને આ વખતે સારો વરસાદ થયેલ હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર થી અહીં આવે છે. તેનું કારણ અહીયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહે છે.

Advertisment
Latest Stories