કરજણ: પુનીતપુરામાં બિરશામુંડાજીની પ્રતિમા નિર્માણની ખાતમુહૂર્ત વિધિ યોજાઇ

New Update
કરજણ: પુનીતપુરામાં બિરશામુંડાજીની પ્રતિમા નિર્માણની ખાતમુહૂર્ત વિધિ યોજાઇ

કરજણ તાલુકાના પુનિતપુરા ખાતે આદિવાસી મસીહા વિરભુમી પુત્ર આદીવાસીના ભગવાન

બિરશા મુંડાજીની જન્મ જયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. કરજણ તાલુકાના ગામ

પુનીત પુરા ખાતે આદિવાસી મસીહા બિરશા મુંડાજીની પ્રતિમા પ્રસ્થાપિત માટેની

ખાતમુહૂર્ત કરાયું હતું. કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટ્યથી થયો હતો.ત્યાર બાદ

અતિથિઓનું ગ્રામજનોએ પુષ્પગુચ્છો અર્પણ કરી સ્વાગત કર્યું હતું. બિરશા મુંડાજીની

પ્રતિમા મુકવાની જગ્યા પર આવનાર મહેમાન મિનેષ પરમાર એડવોકેટ તથા ગામના જસોદાબેન, સુસીલાબેન, ઉષાબેન

દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

publive-image

ત્યાર બાદ મુલનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર, નવસર્જન ટ્રસ્ટના વિનુભાઈ, કણભા

ગામના નરેભાઇ તથા સાધલી ગામના જગદીશભાઈએ હાજર ગ્રામજનોને બિરશા મુંડાજીના જીવન ચરિત્ર

વિશે વિસ્તૃત છણાવટ સુંદર ચિતાર આપી આદિવાસી સમાજના ઉત્થાનના મસીહાના વિચારધારા

અપનાવવા હાકલ કરી હતી. હાજર ગ્રામજનોને બિરશા મુંડાજીએ સમાજ માટે કરેલ કાયૉ વિશે

જાગૃત કર્યા હતા. હાજરજનોએ જય ભીમ જય મુલનિવાસી જય સંવિધાન જય આદિવાસી,જય બિરશા મુંડાજીના નારા લગાવી વાતાવરણને ગજવી મુક્યું હતું.

આ પ્રસંગે  નરેશ શાયર, માત્રોજ ગામના સરપંચ રાજુ સારીગ

તથા મુળજી, પ્રવીણ

તથા પુનીતપુરા ગામના એડવોકેટ અનિલ વસાવા, પરમાર

ધર્મેન્દ્ર, રણછોડ

વસાવા તથા ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર

કાર્યક્રમનું સફળ સંચાલન મુલનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમારના નેજા

હેઠળ સંપન્ન થયું હતું.

Latest Stories