Connect Gujarat
ગુજરાત

કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ટોસ ઉછાળી ખેલ મહાકુંભ - ૨૦૧૯ દક્ષિણ ઝોન સ્પર્ધાની કરાવી

કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ટોસ ઉછાળી ખેલ મહાકુંભ - ૨૦૧૯ દક્ષિણ ઝોન સ્પર્ધાની કરાવી
X

ગાયત્રી વિદ્યાલય માંડવા ખાતે દક્ષિણ ઝોનના આઠ જિલ્લાની ખો-ખો સ્પર્ધામાં કુલ-૮૦ ટીમોના ૯૬૦ જેટલા ભાઈ-બહેનોએ ભાગ લીધો

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજીત ખેલ મહાકુંભ - ૨૦૧૯ દક્ષિણ ઝોન કક્ષા ખો-ખો(ભાઈઓ-બહેનો) સ્પર્ધાનું અંકલેશ્વર તાલુકામાં આવેલી ગાયત્રી વિદ્યાલય માંડવા ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. એમ. ડી. મોડિયાએ ટોસ ઉછાળીને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓ સુરત શહેર, સુરત ગ્રામ્ય, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, અને ડાંગમાંથી તમામ વયજૂથના અંડર-૧૪, અંડર-૧૭ અને આનાથી ઉપરની વયના ભાઈઓ-૪૦ અને બહેનોની-૪૦ મળી કુલ-૮૦ ટીમોના ૯૬૦ જેટલા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. દક્ષિણ ઝોન કક્ષાએ પ્રથમ અને દ્વિતિય વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે.

જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ સ્પર્ધામાં ભાગ લેનાર રમતવીરોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ એ એક એવું પ્લેટફોર્મ બન્યું છે કે જેના લીધે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના રમતવીરોને પ્રોત્સાહન આપવાનું કામ તેમના રહેલી શકિત- કૌશલ્ય બહાર લાવવાનું કામ થયું છે. ખેલ મહાકુંભ થકી ધણા બધા વિર્ધાથી ભાઇઓ - બહેનો સરકારની સહાય અને તાલીમ મેળવીને નેશનલ - ઇન્ટરનેશનલ લેવલે નામ રોશન કરી શકયા છે. તેમણે ઉમેર્યું હતું કે આરોગ્યપ્રદ જીવન માટે રમત ગમત મહત્વનું છે. ભણવાની સાથે સાથે રમત ગમત અભિન્ન અંગે પ્રસ્થાપિત બન્યું છે.

છેલ્લા બે - ત્રણ વર્ષમાં ભારત દેશ રમત ગમત ક્ષેત્રે ખૂબ જ આગળ વધેલ છે ત્યારે જે ટીમો ભાગ લીધેલ છે તે બધી ટીમો જીતવાની નથી, તમે જીતો કે હારો એ મહત્વનું નથી પરંતુ કોઇ પણ પ્રોગ્રામમાં ભાગ લો એ સૌથી મોટી બાબત છે. ખેલ માટે સૌથી મોટી બાબત ખેલદિલીપૂર્વક રમવું. તેમણે સ્પર્ધામાં સ્પર્ધક તરીકે પાર્ટનરશીપ બનવા બદલ શુભેચ્છા પાઠવતા રાજય- રાષ્ટ્રના નિર્માણમાં આપ સહુનું યોગદાન રહે, સમાજ નિર્માણમાં ભાગીદાર બનો તેવી લાગણી વ્યકત કરી હતી. શ્રી ગાયત્રી વિદ્યાલય માંડવાના ટ્રસ્ટી માર્કડેય દેસાઈએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી વિરલ પટેલ, સિનિયર કોચ રાજનસિંહ ગોહિલ, ચીફ રેફરી ડૉ. હસમુખભાઈ પટેલ, શિક્ષકો અને ખો-ખો સ્પર્ધામાં ભાગ લેનાર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story