કેન્દ્ર સરકાર આપે છે નાના ઉદ્યોગ સાહસિકોને આવી સહાય, બની શકે છે મોટી કમાણી

New Update
કેન્દ્ર સરકાર આપે છે નાના ઉદ્યોગ સાહસિકોને આવી સહાય, બની શકે છે મોટી કમાણી

કેન્દ્ર સરકાર દ્વારા નાના ઉદ્યોગો શરૂ કરવા માંગતા ઉદ્યોગ સાહસિકો માટે કેટલીક યોજનાઓ ઘડી કાઢી છે. જે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. તે સરકારની આ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. ઓછા રોકાણમાં સરકારના સપોર્ટથી પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. સરકાર તમને માત્ર 90 ટકા લોન અપાવવામાં મદદ કરશે એવું નથી. પરતું તમને 15થી 25 ટકા સબસિડી પણ આપશે. કેટલાક બિઝનેસમાં સરકાર 50 ટકા સબસિડી આપશે. એવામાં તમારા માટે સારી તક છે કે તમે થોડી તૈયારી કરીને વર્ષ 2018માં પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું પુરું કરી શકો છો.

2.50 લાખ લગાવીને કમાઓ 1 લાખ મહિને

ભારતમાં સોલર સાથે જોડાયેલા બિઝનેસનો સ્કોપ વધી રહ્યો છે. સોલર ચરખાનો ઉપયોગ યાર્નનો બિઝનેસ શરૂ કરવામાં થાય છે. જો તમારી પાસે 2.50 લાખ રૂપિયા છે તો તમે લગભગ 24 લાખ 87 હજાર રૂપિયાનો પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરીને પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત લોન માટે એપ્લાઈ કરી શકો છો. જેમાં તમને 90 ટકા લોન મળે છે અને 25 ટકા સુધીની સબસિડી પણ મળે છે. લોન માટે તમારે ખાદીગ્રામોદ્યોગ વિભાગનો સંપર્કનો કરવાનો રહેશે. આ પ્રોજેકટ કોસ્ટ પ્રમાણે તમારે લગભગ 80 લાખ રૂપિયાનું સેલ્સ થશે, જયારે તમારી પ્રોડકટ કોસ્ટ લગભગ 68 લાખ રૂપિયા થશે, એટલે કે તમને વાર્ષિક 12 લાખ રૂપિયાની ઈન્કમ થશે. સમગ્ર પ્રોજેકટ રિપોર્ટ માટે આ લિંક ઉપર જઈને કલીક કરો.

:http://www.kvic.org.in/kvicres/update/pmegp/SOLAR%20CHARKHA%20NEW_25.pdf

3.50 લાખ લગાવીને કમાઓ 5 લાખ

દિવસેને દિવસે ટીસ્યુ પેપરનો ઉપયોગ વધી રહ્યો છે. જેને પેપર નેપકીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિઝનેસ કોઈપણ વ્યક્તિ નાના રોકાણથી શરૂ કરી શકે છે. તેમાં લગભગ 3.50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાની રહેશે. બાદમાં સરકારની મુદ્રા સ્કીમ અંતર્ગત લોન લઈ શકાશે. બેન્કમાંથી ટર્મ લોન તરીકે 3.10 લાખ અને વર્કિંગ કેપિટલ લોન 5.30 લાખ રૂપિયા લઈ શકાશે. જેનાથી લગભગ 1.50 લાખ કિલોગ્રામ પેપર નેપકીનનું પ્રોડકશન કરી શકાય છે. આ નેપકીન લગભગ 65 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમત પર વેચાતા હોય છે. એટલે કે વર્ષ દરમિયાન 97 લાખ 50 હજાર રૂપિયાનું ટર્નઓવર થાય. તમામ ખર્ચને જોડી દેવામાં આવે તો લગભગ 92.50 લાખ રૂપિયા ખર્ચ થશે. એટલે કે પ્રથમ વર્ષમાં 5 લાખ રૂપિયા બચાવી શકાય છે.

સરકારના પાર્ટનર બનીને કરો કમાણી

અનુમાન છે કે વર્ષ 2018માં ડિજિટલ ઈન્ડિયા મુવમેન્ટને ખુબ જ સપોર્ટ મળશે. આ કારણે જ સરકાર સમગ્ર દેશમાં કોમન સર્વિસ સેન્ટર ખોલી રહી છે. સરકારની યોજના લગભગ 1 લાખ 60 હજાર સીએસસી ખોલવાની છે. તમે પણ સીએસસી માટે એપ્લાઈ કરીને સારી એવી કમાણી કરી શકો છો.

લગાવો ક્રિકેટ બોલ બનાવવાનું યુનિટ

ભારતમાં ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા ખુબ જ મોટા પ્રમાણમાં છે. આ જ કારણે ક્રિકેટના સમાનની ડિમાન્ડ દેશમાં સતત વધી રહી છે. ખાદી વિલેજ ઈન્ડસ્ટ્રી કમીશન દ્વારા તૈયાર પ્રોજેકટ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, જો તમે ક્રિકેટ બોલ બનાવવાનું યુનિટ શરૂ કરો છો તો તમારે 4 લાખ 23 હજાર રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટથી આ યુનિટ લગાવવું પડશે. તેનાથી તમે 90 હજાર બોલ બનાવી શકો છો અને તમારું કોલ કોસ્ટ ઓફ પ્રોડકશન 18 લાખ રૂપિયાની આસપાસ આવશે અને તમારું પ્રોજેકટેડ સેલ્સ 20 લાખ રૂપિયા આવશે. એટલે કે તમે લગભગ 2 લાખ રૂપિયાની ઈન્કમ કરી શકો છો. સમગ્ર પ્રોજેકટ રિપોર્ટ માટે અહીં કલીક કરો.

Latest Stories