કોરોના વાયરસ : રાજ્યમાં આજે વધુ ૧૩૩૨ નવા કેસ નોંધાયા, ૧૫ દર્દીઓના મોત

New Update
કોરોના વાયરસ :  રાજ્યમાં આજે વધુ ૧૩૩૨ નવા કેસ નોંધાયા, ૧૫ દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1332 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને વધુ 15 દર્દીઓના મોત થયાં છે. જ્યારે રાજ્યમાં 1415 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસ આંકડો 109627 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મુત્યુઆંક 3167 થયો છે.

રાજ્યમાં ૧૩૩૨ નવા નોંધાયેલા કેસ પૈકી સુરતમાં 278, અમદાવાદમાં 167, રાજકોટમાં 150, વડોદરામાં 124, જામનગરમાં 105, ભાવનગરમાં 64, ગાંધીનગરમાં 38, જૂનાગઢમાં 37, પાટણમાં 31, અમરેલી, પંચમહાલમાં 30-30, મોરબીમાં 27, જામનગર, મહેસાણામાં 25-25, ભરૂચ, સુરેન્દ્રનગરમાં 24-24, મહીસાગરમાં 21, કચ્છમાં 20, દાહોદમાં 18, ગીર સોમનાથમાં 15, બોટાદમાં 14, નવસારીમાં 11, છોટા ઉદેપુર, ખેડા, સાબરકાંઠામાં 10-10, બનાસકાંઠામાં 9, પોરબંદર, નર્મદામાં 8, આણંદ, તાપીમાં 7-7, દેવભૂમિ દ્વારકામાં 5, અરવલ્લીમાં 3, વલસાડમાં 2 સહિત કુલ 1332 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં ૧૫ દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં- ૪,સુરત-૪ ,અમરેલી-૨,ગાંધીનગર-૧,જામનગર, રાજકોટ, સાબરકાંઠા,અને વડોદરામાં ૧-૧ દર્દીનું મોત થયું છે  

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 91 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,136 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 90,230 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3167 થયો છે.

Latest Stories