Connect Gujarat
ગુજરાત

ક્ચ્છ : સાંસદના કાર્યાલય બહાર લાગ્યા સરકાર વિરોધી સૂત્ર સાથેના પોસ્ટરો

ક્ચ્છ : સાંસદના કાર્યાલય બહાર લાગ્યા સરકાર વિરોધી સૂત્ર સાથેના પોસ્ટરો
X

કચ્છના સાંસદ વિનોદ ચાવડાની કચેરી બહાર કોંગ્રેસ

દ્વારા સરકાર વિરોધી પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસે ખેડૂતના પાક

વીમા મુદ્દે વિરોધ નોંધાવી સાંસદ કચેરી બહાર સરકાર વિરોધી સૂત્ર સાથેના પોસ્ટર લગાવ્યા હોવાનું સામે

આવ્યું છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા

નુકશાન બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ જિલ્લા

કલેક્ટર તેમજ સાંસદને આવેદન

પત્ર આપવા આવ્યા હતા. પરંતુ સાંસદ વિનોદ ચાવડા

હાજર ન મળતા તેમની કચેરી

બહાર જ સરકાર વિરોધી સૂત્ર સાથેના પોસ્ટર લગાવી રોષ વ્યક્ત કર્યો છે. સાંસદ કચેરીમાં હાજર ન હોતા જિલ્લા કોંગ્રેસે સાંસદના અંગત મદદનીશને આવેદન પત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર કચેરીમાં હજી અઠવાડિયા પૂર્વે જ

સાંસદના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું, તે સ્થળે જ કોંગ્રેસે પોસ્ટર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

Next Story