/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault4.jpg)
આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર જામનગર ઉપસ્થિતમાં ધનતેરસ નિમિતે તેમની ઉપસ્થિતિમાં અષ્ટલક્ષ્મી પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં અનુયાયીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો.
આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજનું જામનગરમાં આગમન થયું હતું. વિમાન માર્ગે આવેલ શ્રી શ્રી રવિશંકર મહારાજે સવારે ગુલાબ કુંવારબા આયુર્વેદ મહા વિધ્યાલય ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેઓ જામનગર શહેરના પ્રણામી સ્કૂલના મેદાનમાં ધનતેરસ નિમિતે મહાલક્ષ્મીજી પૂજા અને સત્સંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમના હસ્તે મહા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવી હતી. ધનતેરસ તહેવાર નિમિતે ઉપસ્થિત હજારો અનુયાયીઓને ધન્વંતરિ પૂજન વિષે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહયાં હતાં.