Connect Gujarat
ગુજરાત

જામનગર : ગીર ફાઉન્ડેશન દ્વારા વેટ લેન્ડ બર્ડ ક્રેઇન્સ અંગે સેમિનાર યોજાયો

જામનગર : ગીર ફાઉન્ડેશન દ્વારા વેટ લેન્ડ બર્ડ ક્રેઇન્સ અંગે સેમિનાર યોજાયો
X

જામનગર ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા વેટ લેન્ડ બર્ડ ક્રેઇન્સ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં એક દિવસીય માર્ગદર્શન કાર્યક્રમ તથા સાત દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત

ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા જામનગર ખાતે માઈગ્રેટરિ તથા રહેવાસી પક્ષી વેટલેન્ડ બર્ડ ક્રેઇન્સને ફોકસ કરીને

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક કાર્યક્રમમાં એક દિવસીય

સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તારીખ 13 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી સાત દિવસ માટે તાલીમી વર્કશોપનું આયોજન કરવામાં

આવ્યું છે.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આઇસીએફ-એનસીએફના ડો. ગોપી સુંદર ચીફ

ટ્રેનર તરીકે ટ્રેનિંગ વર્કશોપમાં માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવ્યું હતું.

ઉપરાંત આઠ જેટલા નિષ્ણાંતોએ પ્રેઝન્ટેશન

રજૂ કર્યા હતા. વૈજ્ઞાનિક સેમિનારમાં વિવિધ યુનિવર્સિટી તેમજ સરકારી રિસર્ચ સંસ્થાના

રિસર્ચ કરનારા ગુજરાત વન વિભાગના સ્ટાફ, ગીર

ફાઉન્ડેશનના કર્મચારીઓએ ભાગ લીધો હતો.

Next Story
Share it