ઝગડીયા: ભાલોદ ગામે નર્મદા નદી માંથી પ્રેમિકાની લાશ મળ્યા બાદ પ્રેમીની પણ લાશ મળી આવતા ચકચાર

New Update
ઝગડીયા: ભાલોદ ગામે નર્મદા નદી માંથી પ્રેમિકાની લાશ મળ્યા બાદ પ્રેમીની પણ લાશ મળી આવતા ચકચાર

ભાલોદ ગામે રહેતી કિંજલબેન ભરત ભાઈ મકવાણા નામની ૨૨ વર્ષિય યુવતિને ભાલોદ ગામના જ ભૌમિક અશોકભાઈ ચોહાન સાથે પ્રેમ સબંધ હતો. ૩ દિવસ અગાઉ બંને પ્રેમી પંખિડા રાત્રિના સુમારે ઘરેથી ભાગી ગયા હતા. તેના બીજા દિવસે યુવતીની લાશ નર્મદા નદીના રૂંઢ ગામના કિનારા પરથી મળી આવી હતી અને ત્યાં કિનારા પરથી યુવકના ચપ્પલ અને મોબાઈ પણ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલિસને શંકા હતી કે યુવકે પણ યુવતીની સાથેજ નદીમાં જંપલાવી આત્મહત્યા કરી હોય.પોલીસે તે માટે સ્થાનિક તરવૈયા અને ફાયર ફાઇટરની ટિમને બોલાવી યુવકની લાશની શોધખોળ નદીમાં કરવામા આવી હતી. પરંતુ યુવકલાશ નો કોઇ પત્તો ના લાગ્યો હતો

ત્યાર બાદ આજ રોજ વહેલી સવારે યુવતી સાથે ભાગેલા ભૌમિક નામના યુવકની લાશ પણ ભાલોદના નર્મદા નદીના કિનારા પર સ્થાનિક માછીમારને દેખાતા તેના પરિવારજનોને જાળ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજપારડી પોલીસને સાથે રાખી યુવકની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેને પીએમ અર્થે અવીધા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મરનાર યુવકના લગ્ન 12 દિવસ અગાઉ જ થયા હતા, પરંતુ બંન્ને પ્રેમી પંખિડાને આપઘાત જેવું પગલું કેમ ભરવાની ફરજ પડી એ તપાસનો વિષય છે.હાલતો રાજપારડી પોલીસ દ્વારા આત્મ હત્યા નો ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરાઈ છે.

Latest Stories