ઝારખંડ : હેમંત સોરેન નવા મુખ્યમંત્રી તરીકે આજે લેશે શપથ

New Update
ઝારખંડ : હેમંત સોરેન નવા મુખ્યમંત્રી તરીકે આજે લેશે શપથ

ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન આજે 2.10 કલાકે મોરહાબાદી મેદાનમાં શપથ ગ્રહણ કરશે. હેમંત સોરેન ઉપરાંત કોંગ્રેસના વિધાયક દળના નેતા આલમગીર આલમ તથા રામેશ્વર ઉરાંવ પણ મંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ સામેલ થશે. કાર્યક્રમમાં સામેલ થવા માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, એમક સ્ટાલીન, હરિવંશ, જીતન રામ માંઝીની સહમતી મળી ગઈ છે. આ સિવાય કૉંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી શપથ સમારોહમાં સામેલ થવા માટે શનિવારે જ રાંચી પહોંચી ગયા છે. તેમણે હેમંત સોરેને સાથે શનિવારે રાત્રે મુલાકાત કરી હતી.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના 23 ડિસેમ્બર, 2019 સોમવારના રોજ પરિણામ જાહેર થયા હતા. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં JMM સૌથી મોટા પક્ષ તરીકે આવ્યો. ભાજપને 25 બેઠક મળી હતી. JMM 30 અને કોંગ્રેસ 16 બેઠક જીત્યુ હતુ. ઝારખંડ વિકાસ મોર્ચાની 3, AJSUની 2 બેઠક પર જીત થઈ હતી. આ ઉપરાંત આરજેડી, એનસીપી, સીપીઆઈને 1-1 બેઠક મળી હતી. જ્યારે અપક્ષને 2 બેઠક મળી હતી.

Latest Stories