ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવેશ પાંડવોને જોરદાર માર્ગમાં અનેક સ્થળે મોટો ગાબડા થઈ જતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાની નોબત ઊભી થવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અંતરિયાળ પાંડવ ગામે થોડા દિવસ પૂર્વે ભારે વરસાદના પગલે મોટું ગાબડું પડી જવાથી સાથે રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. આ રસ્તો ચારથી પાંચ ગામડાઓ સહિત વાહનચાલકો માટે ઉપયોગી થાય છે. તેવામાં માર્ગમાં અનેક સ્થળે ગાબડાની સાથે મોટું ધોવાણ થતાં આ માર્ગ પરની અવરજવર હાલના તબક્કે બંધ થઈ જવા પામી છે. અહીં માર્ગ બંધ થઇ જતાં વાહન ચાલકો સહિત અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાની નોબત ઊભી થવા પામી છે.

વધુમાં રાત્રિના અરસામાં આ માર્ગનું ગાબડું અજાણ્યા વાહન ચાલકો માટે અકસ્માત ની નોબત નોતરી ભયજનક સાબિત થાય તેમ છે. જેથી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ માં પડેલ કામ પૂર્ણ કરી સત્વરે પૂર્ણ કરે તેવી માંગ ઉઠવા પામી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here