દહેજની બિરલા કોપર કંપનીમાં ૨૦ ફૂટની ઉંચાઇએથી પટકાતા કામદારનું મોત

New Update
દહેજની બિરલા કોપર કંપનીમાં ૨૦ ફૂટની ઉંચાઇએથી પટકાતા કામદારનું મોત

દહેજ જીઆઇડીસીમાં આવેલી બિરલા કોપર કંપનીમાં ૨૦ ફૂટની ઉંચાઇએથી પડી જતાં કામદારનું મોત થવાની ઘટના સામે આવી છે. CPP પ્લાન્ટમાં કામ કરી રહેલા કામદારે સંતુલન ગુમાવી દેતા તે સીધો ૨૦ ફૂટની ઉંચાઇએથી કોલસાની ખાણમાં પટકાયો હતો. જયાં ગંભીર ઇજાના કારણે તેણે જીવ ગુમાવી દીધો હતો.

ભરૂચ નજીક આવેલ દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાં આવેલાં સીપીપી પ્લાન્ટમાં એક કામદારનું મોત થયું છે. કંપનીના પ્લાન્ટમાં કામ કરી રહેલા ૨૭ વર્ષીય અખિલેશ કુમારે અચાનક સંતુલન ગુમાવી દેતાં તે નીચે કોલસાની ખાણમાં પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાતા હાજર તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Latest Stories